આભાર
આભાર
1 min
512
આભાર માનીએ છીએ ચેહર મા,
અમારી જિંદગીને ઉજજવલ
બનાવી એ બદલ,
ચેહર મા દુનિયાના દરેક ખૂણે
અમે હરી ફરી શકીએ છે
એ તારી અથાગ કૃપા થકી જ
આભાર માનીએ છીએ,
તું જ હિંમત બનીને અમને
વિવિધ પરિસ્થિતિમાંથી ઉગારે છે.
આપત્તિઓની વચ્ચે અવિચલ રહીને
જીવતાં શીખવાડે છે.
અમારા માથે તારો આશીર્વાદ સદાય
રાખીને તું જગમાં જીતાડે છે
ભાવનાભર્યા ભાવે પોકાર પાડે
હાજરાહજૂર રહે છે.
આભાર માનીએ છીએ
ચેહર મા
ગોરના કૂવે બેઠાં દર્શન આપીને
પાવન કરો છો.
