STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ વ્યોમમાં

આ વ્યોમમાં

1 min
160

મારા ઘરમાં

એક નાનકડી બારી

ને એમાંથી દેખાતું

એ અનંત વ્યોમ,


એ વ્યોમમાં પહોંચવા

મનડો આકુળવ્યાકુળ થાતો

ઝળહળતા તેજોમય તારલાઓ,


એક ચંદ્ર 

એની આસપાસ

મનખો મારો ઊડતો જાણે

અસંખ્ય ભાવનાઓ..


મારા ઘરમાં

સૂતાં સૂતાં 

ઝીણી બે આંખોથી

એ ઝળહળતા સૂરજ

ને ચંદ્ર સામે,

આશભરી નજરે 

જોતી અને

રોજ વ્યોમમાં ફરતી,


પણ,

જ્યારે ઘરનાં ઝંઝોળે

ત્યારે હું પથારીમાં 

કણસતી હોવ

ત્યારે

આ વ્યોમ

મને 

મારાથી દૂર દૂર લાગે,


સૂરજ, ચંદ્ર, તારલાઓ

જાણે દોડીને જતાં રહેતાં

અને

હું રહી જતી ત્યાંની ત્યાં,


એ જ પથારીમાં

અને એ જ બારીમાંથી

વ્યોમમાં કંઈ શોધતી

મારી નજર,


અંતે 

એ વ્યોમને

આંબવાની તાકાત 

વિહોણી

આંખોમાં

વ્યોમમાં સમાઈ જતી.


Rate this content
Log in