આ ટાઢ
આ ટાઢ
1 min
181
આ ટાઢ તો હવે પેધી પડી ગઈ છે,
ગરમ કપડાં પણ હવે કંટાળ્યા છે,
થીજાવી દેતી ઠંડીએ દેકારો બોલે છે,
તાપણાં થકી પણ ક્યાં ઠંડી રોકાય છે,
સાંજ પડે બધું સૂમસામ થઈ જાય છે,
ઘરમાં બેસીને મોબાઈલમાં ડૂબે છે,
વસાણાં પાક ઠંડીમાં વધુ ખવાય છે,
ભાવના આ ઠંડીએ પણ હઠ કરી છે,
ગરમગરમ ચા સાથે નાસ્તો થાય છે,
આ ઠંડીમાં ચાલવા હવે ક્યાં જવાય છે.
