STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આ સાહિત્ય જગતમાં

આ સાહિત્ય જગતમાં

1 min
20

આજે વધ્યાં જ્યાં ત્યાં ધર્મના વાડા,

એવી રીતે સાહિત્ય જગતમાં થયાં વાડા.


જામ્યા જ્યાં ત્યાં આવાં અખાડા,

સાહિત્ય જગતને નામે ચાલે વાડા.


સાહિત્ય જગતનું લેબલ મારીને,

એકબીજા ઉપર કાદવ કીચડ ઉછાળે.


સ્ટેજ ઉપર તો મોટાં ભગવાન,

પડદાં પાછળ ખેલ કરે જુદા.


થતાં દહાડે દહાડે આખલા ભૂરાયા,

રચનાઓ ચરી ખાવાં બેઠાં આ વાડા.


ભાવના આ જોઈને હૈયું રૂદન કરે,

સાહિત્યનાં નામે માંડ્યા છે ધંધા.


દેખાદેખી દોડે ઘેટાં, અક્કલ ના લગાવે,

પડે હાથે ખોદીને ખાડો, પછી કોણ બચાવે.


સાહિત્ય જગતમાં ખુલ્લેઆમ રૂપિયા બોલે,

સરસ્વતી માતા આ જોઈ ખૂણે અશ્રુ સારે.


Rate this content
Log in