આ રંગમંચ
આ રંગમંચ
1 min
334
આ જિંદગી રંગમંચ સરીખી છે,
ઈશે અહીં કઠપૂતળી રૂપે મોકલ્યા છે,
અલગ-અલગ પાત્રો ભજવવા પડે છે,
ક્યાંક હાસ્ય તો ક્યાંક રૂદન કરે છે,
ભાવના હણીને પ્રેમ શોધતાં હોય છે,
તો ક્યાંક સંબંધમાં નડતરરૂપ હોય છે,
આ જિંદગી એક રંગમંચનો સ્ટેજ છે,
જ્યાં વિધવિધ સ્વરૂપો ધરવા પડે છે,
કઠપૂતળી બનીને નાચવું પણ પડે છે,
ક્યાંક પથ્થર સમજી ઠોકર વાગે છે,
આ રંગમંચ પર નિતનવા ખેલ થાય છે,
ક્યાંક નામનાં તો ક્યાંક બદનામી મળે છે.
