આ નારી
આ નારી
ઘણું બધું કહેવાય ગયું છે
ઘણું બધું લખાઈ ગયું છે
ઘણું બધું તો રીપીટ થઈ
ફરી ફરી સામે આવે છે
પણ આ નારી પૂજનીય છે
નારી તો મહાન છે
નારી તો મમતાનું સ્વરૂપ છે
પણ આજે તો
નારી ઉપર જોક્સ બને છે
અને એ થકી એને ખરાબ ચિતરે છે
જો નારી એટલી બધી
ખરાબ હોય તો કુંવારા રહો
પણ એવું તો કરવું નથી
વેવલાપણુ બતાવવું છે
મશ્કરી કરીને છીછરાપણુ બતાવે છે
સ્ત્રી ને સતત પગની જૂતી છે
એ સાબિત કરવાની ચેષ્ટામા
રચ્યાં પચ્યા રહે છે લોકો
ને અતિ દંભ આચરે છે
એક દિવસ નારી ને સન્માન
આપે છે ને પછી
એ જ નારીને બેઇજ્જત
કરવા ભરપૂર પ્રયાસ કરે છે
નારી તો લક્ષ્મીનો અવતાર છે
નારી માનની ભૂખી છે
એને થોડો પ્રેમ આપો
તો બદલામાં જીવન અર્પી દે છે
પરિવાર માટે
મીણ માફક ઓગળી જાય છે
હર પળ હંમેશા
નારી સન્માન ને પાત્ર છે.
