આ મોંઘવારીમાં
આ મોંઘવારીમાં
1 min
170
આ મોંઘવારીમાં બધું મોંઘુ થયું,
એમાં રોટલો રળવો મોંઘો થયો,
આવકારો દેતો ઓટલો છૂટયો,
ને એમાં એક ટંક ભોજન ખૂટ્યું,
આજે રોટલો બન્યો મોંઘો મોંઘો,
કેટલાય હાથમાંથી છૂટયો રોટલો,
ભાવના જોઈ જોઈ હૈયું રડે છે,
આ મોંઘવારીએ તો માઝા મૂકી છે,
રોટલો રળવા પરિવાર છૂટ્યા રે,
તોયે પેટનો ખાડો ઉણો રહ્યો રે,
રોટલો મોંઘવારીનો શિકાર થયો રે
આ કાળઝાળ મોંઘવારી નડે છે રે.
