આ દુનિયા
આ દુનિયા
1 min
9
આ દુનિયાનાં લોકોને ક્યાંથી ગમે,
પામરને પ્રભુ નામ ક્યાંથી ગમે.
કિર્તન પડોશમાં કોઈ જો કરાવે,
ત્યારે એ ભૂત સિનેમામાં ભમે.
વાતોના ગપાટા એનાં કદી નાં શમે,
રામ નામ લેતાં એને ટાઢીયો ચઢે.
ખરેખર દ્રાક્ષનાં દૂષણમાં ડૂબી મહીં,
સમજે પોતાને મહાન દુનિયા મહીં.
મીઠું મીઠું બોલીને દુનિયા ને ઠગે,
કડવી લીંબોળીને કાગડો જમે.
ભાવના આ અવસર મળ્યો અમોલો,
ગયો ને નાવે ફરી કોઈ સમય આવો અમોલો.
જાગીને રાત આખી પાનાં રમે,
ક્યાંથી ગમે પામરને પ્રભુનું નામ.
