Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Thankyou Teacher - Season 2

SEE WINNERS

Share with friends

શિક્ષક એક દીવા સમાન હોય છે, જે પોતે બળીને બીજાને અજવાળું આપે છે.

શિક્ષક એ જ્ઞાન અને માહિતીનો અખૂટ ભંડાર છે, તે દરેકના જીવનમાં મજબુત પાયો બનાવવાનું કામ કરે છે, જેના પર દરેકના જીવનની ઈમારત નિર્માણ પામે છે. તે દરેકના જીવનમાં પ્રકાશ પાથરે છે. અને આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે માટે આપણા વિચારો અને જોવાની દ્રષ્ટિને વિકસિત કરે છે.  શિક્ષક આપણામાં રહેલી ક્ષમતાને ઓળખીને આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે.

આ ૫ મી સપ્ટેમ્બર, ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ નિમિત્તે, સ્ટોરીમિરર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિતે તેમને શ્રધાંજલિ આપવા લઈને આવ્યું છે, એક વિશિષ્ટ લેખન સ્પર્ધા : ‘થેંક યુ ટીચર સીઝન - 2’ જે થકી આપ આપના જીવનમાં વિશિષ્ટ ભૂમિકા ભજવનાર શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો. 

 નિયમો:

1.   સ્પર્ધક આપેલ થીમ પર વાર્તાઓ / કવિતાઓ / ઓડિયો વાર્તા/ ઓડિયો કવિતા / અવતરણો સબમિટ કરી શકે છે.

2.   વિજેતાની પસંદગી સંપાદકીય સ્કોર અને વાચકો તરફથી મળેલા લાઈક, કોમેન્ટ અને વ્યુંઝને આધારે કરવામાં આવશે.

3.   સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ સબમિટ કરવી જોઈએ. સ્પર્ધક ચાહે તેટલી રચનાઓ મૂકી શકે છે.

4.   તમારી સામગ્રીમાં "#ThankyouTeacher" નો ઉપયોગ કરો.

5.   લેખન માટે કોઈ શબ્દ મર્યાદા નથી.

6.   તમારી સામગ્રી અને ટેગમાંમાં "શિક્ષક દિવસ" કે "આભાર શિક્ષક"નો ઉપયોગ કરો.

 સાહિત્ય પ્રકાર :

  • વાર્તા
  • કવિતા
  • અવતરણ
  • સુવિચાર
  • ઓડિયો વાર્તા કે કવિતા

 ઇનામો :

·   દરેક ભાષા અને કેટેગરીમાં શ્રેષ્ઠ ૧૦ વાર્તા અને કવિતાને જ્યુરી ચોઈસ પુરસ્કાર અને રૂ 149/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે. અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.વિજેતાની પસંદગી સમ્પાદકી સ્કોરને આધારે કરવામાં આવશે.

·   20 કરતાં વધારે વાર્તા કે કવિતા સબમિટ કરનાર સ્પર્ધકને ‘સ્ટોરીમિરર ઓથર ગેલેરીમાં’ બહુમાન આપવામાં આવશે.

·    શ્રેષ્ઠ 5 ઓડિયો રચનાઓને જ્યુરી ચોઈસ પુરસ્કાર અને રૂ 149/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે. અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

·   દરેક ભાષા શ્રેષ્ઠ 5 અવતરણને જ્યુરી ચોઈસ પુરસ્કાર અને રૂ 149/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે. અને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.વિજેતાની પસંદગી વાચકોના લાઈક કોમેન્ટને આધારે કરવામાં આવશે.

·   ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે..

 

સ્પર્ધાનો સમયગાળો : 2 સપ્ટેમ્બર, 2022 થી 30 સપ્ટેમ્બર, 2022

પરિણામ : 30 ઓક્ટોબર 2022

સંપર્ક :

વિષ્ણુ દેસાઈ : ૯૭૨૩૧ ૮૫૬૦૩

ઈમેઈલ : vishnu@storymirror.com



Trending content