સમજુતી:
શું આપ લેખન કાર્યમાં તમારી જાતને લખવા માટે પડકાર આપવા માંગો છો ?
જો હા તો થઇ જાઓ તૈયાર, સ્ટોરીમિરર રજુ કરે છે, ‘નોન સ્ટોપ નવેમ્બર’ એક મહિના સુધીની લાંબી લેખન પડકાર સ્પર્ધા
આ કોઈ સ્પર્ધા નથી, પણ એક પડકાર છે તેથી એમાં કોઈ વિજેતાની પસંદગી કરવામાં આવશે નહીં - પરંતુ તમને મફત પુસ્તકો જીતવાની તક મળશે !
દિવસ મુજબના વિષયોની યાદી ઉપરની છબીમાં પહેલેથી જ દર્શાવવામાં આવ્યા છે. દિવસ માટેનો વિષય જુઓ, અને તમારી કલ્પના શક્તિને દોડાવી લખવાનું શરુ કરો.
હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો, થઇ જાઓ શરુ ? લખો, લખો અને લખો !
# નોન સ્ટોપ નવેમ્બર
નિયમો:
- જેતે દિવસનો વિષય આપની વાર્તા કે કવિતાનું શીર્ષક ન બનવું જોઈએ.
- ઉપરના બેનરમાં બધા વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેતે તારીખ મુજબના વિષયને અનુસરી લખવા આપને વિનંતી છે.
- આ માટે વાર્તા અને કવિતાના તમમાં પ્રકાર સ્વીકાર્ય છે.
- વાર્તા કે કવિતાની શૈલી માટે કોઈ બંધન નથી.
- આ માટેની આપની વાર્તા, કવિતા કે સુવિચાર નોન સ્ટોપ નવેમ્બરની લીંક દ્વારા જ સબમિટ થવી જોઈએ.
- ભાગ લેનારે પોતાની મૌલિક વાર્તા, કવિતા કે સુવિચાર જ સબમિટ કરવાના રહેશે.
- વાર્તા, કવિતા કે સુવિચાર સબમિટ કરવા માટે સંખ્યાની કોઈ મર્યાદા નથી.
- સ્ટોરીમિરર પર પહેલેથી મુકાયેલી વાર્તા કે કવિતા ફરી મૂકી શકાશે નહિ.
- સ્ટોરી મિરરનો નિર્ણય આખરી અને સહુને બંધનકર્તા રહેશે.
- આ થીમ અંતર્ગત લેખ અને નિબંધ સ્વીકાર્ય નથી.
ઇનામો:
- ૧૦ જુદી જુદી તારીખો અને વિષય પર વાર્તા કે કવિતા સબમિટ કરનારને સ્ટોરી મિરર તરફથી પુસ્તક ભેટ આપવામાં આવશે.
- જે મિત્રો મહિના દરમ્યાન ૩૦ દિવસના ૩૦ વિષયો પર પોતાના સુવિચાર સબમિટ કરશે, તેમને સ્ટોરી મિરર તરફથી પુસ્તક ભેટ આપવામાં આવશે.
- જે મિત્રો ૩૦ દીવસ સુધી નોન સ્ટોપ વાર્તા કે કવિતા સબમિટ કરશે તેમને સ્ટોરી મિરર તરફથી ટ્રોફી ભેટ આપવામાં આવશે.
- મહેરબાની કરીને ધ્યાન રાખશો કે આપની વાર્તા કે કવિતા જેતે દિવસના વિષયને અનુરૂપ જ હોવી જોઈએ.
- એક જ દિવસે ૧૦ જુદા જુદા વિષય પર એક સાથે વાર્તા કે કવિતા સબમિટ કરનાર ઇનામને પાત્ર થશે નહિ, મતલબ ૧૦ દિવસ સુધી ૧૦ જુદા જુદા વિષય પર લખવું ફરજીયાત છે.
- તેજ રીતે એક જ વિષય પર ૧૦ દિવસ સુધી ૧૦ રચનાઓ સબમિટ કરનાર પણ ઇનામને હકદાર રહેશે નહિ.
- ભાગ લેનાર તમામને ભાગીદારી બદલ નિશ્ચિત પ્રમાણપત્ર આપવામાં આવશે.
પાત્રતા :
નોન સ્ટોપ નવેમ્બર 1 નવેમ્બર, 2019 થી 30 નવેમ્બર, 2019 સુધી ચાલશે
ની:શુલ્ક પુસ્તક માટે વિજેતા થનાર લેખકોની યાદી ૨૦ ડીસેમ્બર ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવશે.
સાહિત્ય પ્રકાર: કવિતાઓ / વાર્તાઓ / અવતરણો
સંપર્ક વ્યક્તિ: માર્કેટિંગ@storymirror.com / 022-49240082 / 022-49243888
ગુજરાતી માટે : વિષ્ણું દેસાઈ – ૯૭૨૩૧ ૮૫૬૦, vishnu@storymirror.com