Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Non-Stop November : FanFiction Edition

SEE WINNERS

Share with friends

આપણા બધાના મનમાં એક મનપસંદ પુસ્તક કે એક પાત્ર અથવા એક રમતવીર વ્યક્તિ હશે, જેને આપણે ખુબ પસંદ કરીએ છીએ અને તેના વિશે ઓબ્સેસ કરવામાં મદદ કરી શકતા નથી. તે હેરી પોટર અથવા એવેન્જર્સ, સુપરમેન અથવા ક્રિશ, રાજ અથવા ગીત, વગેરે હોઈ શકે. હેરી પોટર હર્મિઓન સાથે સમાપ્ત થઈ ગયું હોત તો ! અથવા પીટર પાર્કરને ક્યારેય સ્પાઈડર દ્વારા ડંખાવ્યો ન હોય તો શું થાય ! ત્યારે તેનું જીવન કેવું હોત ? 

કલ્પનાશીલતાની દુનિયામાં, લેખકો પ્રખ્યાત પાત્રો સાથે જોડાયેલી નવી વાર્તાઓ સર્જન કરે છે. શું તમે કલ્પનાઓ સર્જવા માટે તમારી સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરવા માટે તૈયાર છો ? એક નવો વળાંક, એક નવી વાર્તા, એક નવો જ અંત, જેના વિશે તમે હંમેશા કલ્પના કરી છે, તમારા મનપસંદ હીરોના નવા ગુણો, બે કે તેથી વધુ પાત્રોનું મિશ્રણ કરો અને તેમાથી સર્જન પામતી નવી કથાઓ લખો અને બીજું ઘણું બધું.

 સ્ટોરીમિરર બધા વાચકોને "નોન સ્ટોપ નવેમ્બર : કલ્પના સર્જન આવૃત્તિ" હરીફાઈનો ભાગ બનવા આમંત્રણ આપે છે, તમારી કલ્પનાને છૂટો દોર આપે છે અને તમારા મનપસંદ હીરોમાં કલ્પના ઉમેરવા હાકલ કરે છે. 

આ કેવી રીતે થઇ શકશે ?

આ કલ્પના સર્જન હરીફાઈમાં, તમે એક કરતા વધુ વાર્તાઓ મિશ્ર કરી નવી વાર્તા સર્જી શકો છો. તમે જગતના કોઈ પ્રખ્યાત પાત્ર પછી તે કોઈ ફિલ્મનું હોય, ટી.વી.નું હોય, કોઈ પુસ્તકનું હોય, કે કોઈ શોનું હોય તેને લઈને શરૂઆત કરી શકો છો, અને તેમાં તમારી કલ્પનાઓ ઉમેરી અનોખી વાર્તા સર્જી શકો છો.

  નિયમો:

1.     આપેલ ઈમેજમાં મહિનાના બધાજ દિવસ માટેના વિષયોનો ઉલ્લેખ કરેલ છે, આપે તારીખ મુજબ થીમને અનુસરવાનું રહેશે.

2.     આપની પ્રત્યેક રચના કાલ્પનિક, મૌલિક અને કોપીમુક્ત હોવી જોઈએ.

3.     સાહિત્ય શૈલી પર કોઈ નિયંત્રણો નથી

4.     આપની રચનાઓ ફક્ત સ્પર્ધાની લિંક દ્વારા જ સબમિટ થયેલી હોવી જોઈએ..

5.     ઇમેઇલ દ્વારા મોકલી હોય તેવી, હાથથી કાગળ પર લખી હોય તેવી, અથવા હરીફાઈની લિંક સિવાય સબમિટ કરેલી રચનાઓ, માન્ય રહેશે નહિ.

6.     ભાગ લેનારે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવાની રહેશે..

7.     આપ એક થીમ પર એક કરતાં વધારે રચનાઓ મૂકી શકો છો.

8.     લેખ કે નિબંધોન પ્રકારનું લખાણ સ્વીકાર્ય નથી. (ફક્ત વાર્તા જ સ્વીકાર્ય છે.)

9.     ભાગ લેવા માટે કોઈ જાતની ફી રાખેલ નથી. (તદ્દન ફ્રી છે.)

10.   વિજેતાઓની પસંદગી એડિટર સ્કોર્સ તથા વાચકો તરફથી મળેલ લાઈક, કોમેન્ટ, પ્રતિભાવ, રેટીંગ વગેરેના આધારે સ્પર્ધામાં મુકેલી બધી રચનાઓને ધ્યાને લઈ કરવામાં આવશે. ઉપરાંત, વિજેતા થવા માટે બધી જ થીમ પર લખવું ફરજીયાત છે.

11.   ભાગ લેનારાઓને વિજેતા બનવા માટે દરેક થીમ પર ઓછામાં ઓછી એક વાર્તા સબમિટ કરવી ફરજીયાત છે.

12.   પરિણામ સંદર્ભે સ્ટોરીમિરરનો નિર્ણય આખરી અને તમામ સહભાગીઓ માટે બંધનકર્તા રહેશે.

સાહિત્ય પ્રકાર :

વાર્તા

ભાષાઓ:

અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બાંગ્લા - આમાંથી કોઈપણ એક અથવા વધુ ભાષાઓમાં રચનાઓ સબમિટ કરી શકાય છે.

ઇનામો:

1.     દરેક ભાષામાં ટોચના વિજેતાઓને એક ટ્રોફી તથા તેમનું પોતાનું પુસ્તક (હાર્ડ કોપીમાં) પ્રકાશિત કરવા માટે સ્ટોરી મિરર સાથે પ્રકાશનના કરાર આપવામાં આવશે.

2.     જે સહભાગીઓ પુરા ૩૦ દિવસ સુધી તમામ થીમ પર લખશે, તેમની તે રચનાઓ ભેગી કરી ઇ-બુક તરીકે પ્રકાશિત કરવામાં આવશે સાથે પુસ્તક ખરીદવા માટે રૂ. 200/-નું સ્ટોરીમિરરનું શોપિંગ વાઉચર પ્રાપ્ત થશે.

3.     જે સહભાગી 15 થી 29 પ્રોમ્પ્ટ પર લખશે, તેમણે પુસ્તક ખરીદવા માટે રૂ.100 /-નું સ્ટોરીમિરરનું શોપિંગ વાઉચર આપવામાં આવશે.

4.     દરેક ભાષામાં પસંદગીની શ્રેષ્ઠ વાર્તાઓનું એક હાર્ડકોપી પુસ્તક મફતમાં આપવામાં આવશે.

5.     ભાગ લેનાર દરેકને ભાગ લેવા બદલ ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે.

6.     જે લોકો સતત 15 દિવસ પૂર્ણ કરે છે તેમને "સાહિત્ય અર્ધ-મેરેથોન" પ્રમાણપત્ર મળશે

7.     જે લોકો સતત 30 દિવસ પૂર્ણ કરે છે તેઓને "સાહિત્યિક મેરેથોન" પ્રમાણપત્ર મળશે

સમયગાળો:

સબમિટ : નવે 01, 2020, થી 02 ડિસેમ્બર, 2020

 પરિણામ: ડિસેમ્બર 2020

 સંપર્ક:

ઇમેઇલ: neha@storymirror.com

ફોન નંબર: +91 9372458287

 ગુજરાતી માટે :

ઈમેઈલ : vishnu@storymirror.com

મોબાઈલ : ૯૭૨૩૧ ૮૫૬૦૩



Trending content
28 316