ચોમાસું
ચોમાસું
1 min
7K
છ છ મહિના કોરા ધાકોર, પછી
ચોમાસું આવે છે આંગણે.
આવવા જવાનો ચાલ, ભૂલી હિસાબ.
હવે મળી એ મળી એ એકધારું.
રીસામણાં અને મનામણાંમાં
દિવસો વીતી જાય.
વાતો અને વાયદામાં વરસો.
હવે તો વરસો.. હવે તો વરસો.
તમે તરસો.. તો કેટલું તરસો.
આજે ચોમાસું આવ્યું છે આંગણે.