પ્રકૃતિનો પ્રેમ પ્રસ્તાવ
પ્રકૃતિનો પ્રેમ પ્રસ્તાવ
1 min
7.2K
સન્નાટાનોજ એ શાંત શોર હતો
એક મધુર મૌન પગરવ હતો
શુષ્ક પર્ણોની ઝાંઝરમાં સાંભળો
નિસર્ગ નૃત્યનો જ કલરવ હતો
ભવ્ય ભેદ ચિરતી ખામોશીમાં
નિરવતાનો જ રમ્ય રવ હતો
ને ભવ્યતાથી ભરપૂર તેથી જ
આ વર્તમાન ક્ષણનો ભવ હતો
તહેવાર જેવું તો કઈ હતું નહિ
તોય ભીતર એક ઉત્સવ હતો
નભની ફેલાયેલી અસીમ બાહોંમાં
મને પ્રકૃતિનો જ પ્રેમ પ્રસ્તાવ હતો
આ તે કેવી "પરમ" પીડા આવી રે
ખુશીનો "પાગલ" અવસર હતો.