સમય
સમય
1 min
13.3K
મેં,
પહેલી વાર,
હાથે ઘડિયાળ,
બાંધી,
અને,
મારું બાળપણ,
મારી કિટ્ટા પાડીને,
ચાલ્યું,
ને, જતાં જતાં,
કહેતું ગયું,
જા, તારી કીટ્ટા,
મેં પૂછ્યું કેમ,?
તો એ બોલ્યું,
જા, બકા
હવે તારી પાસે,
સમય નથી..!