Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

મારો તખત

મારો તખત

1 min
7.1K


હું જ્યાં ને જે સ્થિતિમાં બેઠો છું એ જ મારો તખત છે,
હર દિન હર ઘડી હર પલ બસ મારો જ વખત છે !
                     
આમ તો મારાં આંસુઓથી જ હળવોફૂલ થઈ જાવ છું,
છતાંય હસવા ને હસાવવાનો પ્રયત્ન તો સતત છે !
 
લાગણીવશ થયેલા અત્યાચાર ખાળી શકું છું પ્રેમથી,
શાયદ આ મારી કમજોરી જ જાણે મારી તાકાત છે !
 
આંખોના ઈશારાની જાણકારી થઈ જ્યારથી હૃદયને,       
સમજાયું કે પ્રેમની ભાષા પણ કેટલી જબરજસ્ત છે !        
 
શક્યતા જીતવાની તો હર મોરચે હતી પૂરતી મારી,
પણ મારી જિંદગી જીવવાની રીત જ થોડી અલગ છે !
 
જે'દીથી સાવચેતીને મૂકી દીધી મેં અભેરાઈ ઉપર,
બસ તે'દીથી આ જિંદગી જાણે ખૂબ જ સલામત છે !
 
બીજાના કર્મોના ફેંસલા માટે એક "પરમ" અદાલત છે,
આપણા ફેંસલા તો સમજણ સામે "પાગલ" બગાવત છે !
 
 
 


Rate this content
Log in