થઈ જાય છે
થઈ જાય છે
કોઈ દિવસ મીઠાસ તો કોઈ દિવસ કડવાશ થઈ જાય છે,
વાત જાણે વણસે તો, અચાનક ઉપવાસ થઈ જાય છે.
ટીવી સામે બેસીને, યુવાન પણ ડોસો થઈ જાય છે.
જરીક દુ:ખ પડે ને માણસ, ઢીલોપોચો થઈ જાય છે.
બહુ ભેગું કરવાના ચક્કરમાં જિંદગી ભારરૂપ થઇજાય છે,
દારુબંધી, નોટબંધી ક્યારેક, આશીર્વાદ રૂપ થઈ જાય છે.
સત્યનો સાથ દેતાં માણસ, નોખો થઈ જાય છે.
તો ગાંધીજી જેવો વિરલો, અનોખો થઈ જાય છે.
મોબાઇલ, વોટ્સઅપ કે ફેસબુક, નશો થઈ જાય છે,
વારંવાર વાપરો તો સાચો સિકકોય ખોટો થઈ જાય છે.
બીજાની ખોદણી ખોદી, પોતે ખોવાતો થઈ જાય છે.
હસતો માણસ અચાનક, રોતો પણ થઈ જાય છે.
બંગલો, ગાડી, લાડી ને વાડીમાં, મોટો થઈ જાય છે.
આવે યમનું તેડું, તો દિવાલનો ફોટો થઈ જાય છે.