Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મા એટલે તો...
મા એટલે તો...
★★★★★

© Jay D Dixit

Others

1 Minutes   7.1K    7


Content Ranking

મા એટલે તો...
એની કુખમાં રાખે,
જનમ આપે, ધવડાવે, રમાડે,
જીવતા શીખવાડે, એ ખરું પણ
 
મા એટલે તો..
માન, સ્વમાન, અભિમાનને કરે નેવે,
સજળ સંવેદના અને સ્પંદનને હૈયે સેવે,
એક અજીબ વળગણ, એ ખરું પણ
 
મા એટલે તો..
હારું કે પડું હું તો એ બધે એ રડે,
ન માંગું તોય સઘળું બધું મને ધરે, હું છું કારણ એ છે, એ ખરું પણ
 
મા એટલે તો...
છેલ્લો શ્વાસ, છેલ્લો ધબકાર, છેલ્લો..
એનો હાથ, વ્હાલ, ચુમ્મી, સ્પર્શ છેલ્લો,
પ્રેમ,મમતા, વાત્સલ્ય, એ ખરું પણ
 
મા એટલે તો...
આજે જીર્ણ થઈ ગઈ છે આંખો ‘કલ્પ’ની,
છતાં બધું રીવાઈન્ડ કરી જોઈ વળ્યો,
ઘણી વ્યાખ્યા શોધીતારી, તોય શોધ છે
 
મા એટલે તો..

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..