Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

વૃક્ષોની સાથે

વૃક્ષોની સાથે

1 min
6.7K


વૃક્ષોની સંગાથે મારું મનડું કેવું ફૂલે ફળે,

એ વૃક્ષોના આમર આશિષો સૌના દિલમાં રમે રમે,


જીવનની ક્યારીમાં કેવા બાગ બગીચા ખીલે ખીલે,

સૌને મીઠી છાયા દેતા અંતરમાં એ શ્વસે શ્વસે.


રણમાં લીલી વાડી થઈ ને કણકણમાં એ મ્હેકે છે,

ડુંગર કોતર ખેતરમાં એ એકલતામાં મલકે છે.


સૂર્ય ચંદ્રની શોભામાં એ રંગભરીને હરખે છે,

ગીત શબ્દ ને હાવ ભાવમાં તેજ બનીને ચમકે છે.


ઝરણાં, સાગર, સરવરનાં એ સાચે સાચાં ઘર પણ છે,

રાત દિવસનાં હરપલને એ જીવનમાં અજવાળે છે.


પશુ પંખીને માનવને એ નવલું જીવન અર્પે છે,

મન ભરીને હેત એનો વર્ષા થઈ ને વરસે છે.


Rate this content
Log in