ગુણ્યા ના કર
ગુણ્યા ના કર
1 min
12.8K
લાગણીઓ હવે ગુણ્યા ના કર.
શૂન્યને શૂન્યથી ગુણ્યા ના કર.
જીંદગીના પ્રશ્નો ઉકેલીને
ઉત્તરોની ચાવી પૂછ્યા ના કર.
મ્હેક ફેલાવ તું જ તારી જો
બાગના ફૂલને ચૂંટ્યા ના કર.
આંખમાંથી અશ્રુ વહ્યા તેમાં
તરબતર જીંદગી જીવ્યા ના કર.
સાવ ભૂલી ગયેલ પ્રેમીને
ચાહના કારણે ઝૂક્યા ના કર.