ખેવના
ખેવના
1 min
13.7K
અષાઢી આ સાંજના દિલ પર દસ્તખત કરી દો,
સ્નેહના શબ્દો કોષમાથી શોધી એને હસ્તગત કરી દો,
કમી છે આજ એક તમારી અમારા પ્રણયમંદિરે,
વિયોગના ઝેરને મિલનના મારણથી પરસ્ત કરી દો,
વસુંધરા કાજે વરસ્યો છે આજ પ્રેમાદ્રી બની,
એમ આજ આશ્લેષમાં ગ્રહી મદમસ્ત કરી દો,
અધરે ઝીલવા છે પ્રેમના બૂંદોના મલ્હાર ઘણા,
એક એવી મદહોશી ક્ષણની ખેરાત કરી દો,
જાગી છે અભિલાષાઓ ઇન્દ્રધનુષી આ હૈયે, પ્રીતમ!
સ્વયં રંગો ના પૂરો તો એનો અસ્ત કરી દો!