વાર છે
વાર છે
1 min
13.9K
શ્વાસ છો ને અલ્પ છે,પણ હારવાની વાર છે;
ધડકનો છો ને કહે કે "જીતવાની વાર છે?"
છે તને ઇચ્છા ઘણી કે સ્વર્ગ જેવું સુખ મળે;
ઝાંઝવા જેવી ડગરને આંબવાની વાર છે.
તોડશે દિલ આ જગત યુગો પુરાણી રીતથી;
ને કહો છો દિલને દિલથી સાંધવાની વાર છે?
કાળમીંઢા પથ્થરોમાં શિલ્પ છુપાયેલું છે;
ટાંકણા ખમજો તમે, કંડારવાની વાર છે.
આ કદમ સાથે કદમ મિલાવી કેડી કોરજો;
ઘાસ પર ઝાકળની બુંદો આવવાની વાર છે.