Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Shah

Others

3  

Nisha Shah

Others

હાં ! એજ ! લિફ્ટ

હાં ! એજ ! લિફ્ટ

1 min
13.6K



સરસર સરસર ઉપર જાય,

સરસર સરસર નીચે જાય,

રીંગ સુણીને દોડે ઉપર,

રીંગ સુણીને દોડે નીચે,

સ્વાગત કરે અણજાણ્યાનું,

ગીત મધુરું ગાઈ ગાઇને.


ક્યારેક હોય એ સાવ સાદી,

ક્યારેક તો હોય રાજાશાહી,

ક્યારેક ખૂબ ઉકળાટ ભરેલી,

ક્યારેક ખૂબજ ઠંડીઠંડી,

જીવને એના ચેન જ નહિ,

સરસર સરસર બસજાયઉડી.


કોકવાર ગોકુળગાય જેવી ધીરી,

કોકવાર ફટાકડાની હવાઇ જેવી,

સરસર કરીને જાણે આભને અડે,

તો વળી ઘર-ઘરકરી પાતાળને અડે,

કોકવાર ત્રિશંકુ જેમ અધવચ્ચે લટકે,

ખટપટ કરો જરા પણ ન ચસકે.


મનમાં એનાં શું સમજાય નહિ,

લાડ માંગે એ વારે ઘડી,

વ્હેલી સવારે દૂધવાળાને મળે,

બપોરે ટપાલી કુરીયરને મળે,

સાંજ ટાણે એ બચ્ચાઓની,

દિવસરાત એ મમ્મીપપ્પાની.


એકવાર જો જાઓ એની સાથે,

રોજરોજની આદત લાગે,

એનાં વિયોગમાં પડો જો કદી,

વજન તમારું જાય ઘટી,

કોઇની જુઓ તમને પણ થાય,

હાય, મારે ઘેર પણ આ આવી જાય !


? ? ? લીફ્ટ ! હાં રે એજ !


Rate this content
Log in