Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Vora

Others

3  

Varsha Vora

Others

ઘેબરિયો પરસાદ

ઘેબરિયો પરસાદ

2 mins
13.3K


ઉના ઉના ઉનાળાના વાયરાથી તપેલી ધરતી,
બે બુંદ શું વરસી મેઘા, તબિયત એની મલકી 
 
યાદ આવ્યું મુજને મારું બાળપણ ને ભાઈ ભાંડુ સૌ,
ગામનું ઘર ચૂલે રોટલા થેપતી મા અને ગૌ 
ઘરકામ કરતા કરતા મા જોડકણાં સંભળાવતી,
છાણાં ટીપતાં ટીપતાં જાણે અમ જિંદગી પણ ટીપતી.
 
પરથમ વરસાદ ને દોડી છાપરાની ધારેથી ઝીલ્યો
મેં હથેળીમાં -- ને માંહ્ય મારી માએ પાલવમાં  ઝીલ્યો.
 
હવે તો દઈશ ને મુને ઘેબરિયો પરસાદ,
મા -- જોને જોને આવ્યો પહેલો વરસાદ.
ના જાણ્યું મેં કે આ વરસાદના ટીપાં તો માને દઝાડતાં 
ક્યાંથી લાવે મા ઘેવર ? કે ઘરમાં હાણલાં કુસ્તી કરતા.
 
 
મેં આણેલા વરસાદના ઠંડા ઠંડા બે ટીપા તો,
મારી માની આંખ્યોમાંથી ગરમ ગરમ વરસ્યા જો.
 
દિવસો વીત્યા, વર્ષો વીત્યા, વીત્યા ઘણા વરસાદ
ના શહેરમાં છે કોઈ ભીની સુગંધ, કે ના કોઈ પુરાણી યાદ.
 
બદલાયો સમય, રીત બદલાઈ, બદલાયા ઘણા સ્વાદ,
ઘેવર ને બદલે ગરમ ભજીયા ને મસાલેદાર ચા.
 
ને આવ્યા યાદ, ઘેવર, વરસાદ ને મા,
થયું, ચાલ આજે બનાઉં મિક્સ ભજીયા ને ચા.
કરી બધું તૈયાર, બારી એ બેઠી બબલી
ક્યારે આવશે સૌ રાહ જોતી એ બબડી.
 
કર્યો કોલ સન્ની ને -- કહે મા રાહ ના જોતી,
જાઉં હું તો લોન્ગ ડ્રાઈવે પનીર રોલ ખાવા...
 
ચાલ મારી દીકરીને બોલાવું, સાથે ટેસડો લઈએ 
મોમ મી ઈન કે. એફ. સી. વિલ કમ લેટ...
 
રહી એક આશ પતિની, એ આવશે જરૂર વહેલા
ચાની સાથે મળશે બે લોચનિયાં ભીના ભીના.
ત્યાંતો વીજળી ઝબૂકી ને ફોન રણક્યો, શું કરે છે નીપુ ડાર્લિંગ?? રાહ ના મારી જોતી,
દોસ્તો સાથે આજે તો ઓફિસ કૅન્ટીનમાં વડા પાંઉ, સમોસાની જયાફત માણી.
 
અને,
નીપાની આંખોમાંથી ધીમી ધારે બે અશ્રુ સરી પડ્યાં
આ અશ્રુ એ વરસાદની બે બૂંદો તો નથી,
જે માની આંખમાંથી વર્ષો પેહલા વહ્યા'તા?


Rate this content
Log in