Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ફરી બાળક બનાવી દે.
ફરી બાળક બનાવી દે.
★★★★★

© Rajesh Hingu

Others

1 Minutes   1.3K    3


Content Ranking

ફરી નિર્દોષતા કેરો, મને વાહક બનાવી દે;
પ્રભુ! અરજી તને, મુજને ફરી બાળક બનાવી દે.
 
જુઓ આ ચાંદ પણ મુજને, હવે લાગે ફકત ગોળો;
મને મુજ ચંદામામાનો ફરી ચાહક બનાવી દે.
 
જુઓ જવાબદારીના જહાજો ડુબવા લાગ્યા;
મને કાગળની હોડીનો, ફરી તારક બનાવી દે.
 
લખોટા, ટાયરો,પાટી અને ગારાની ગાડીઓ;
એ જ મિલકતનો મને માલક બનાવી દે.
 
''સદાયે રે'જે ઝળહળતો''- એ આશિષ દેતી મુજને બા;
મને મુજ બાની આંખોનો, ફરી તારક બનાવી દે
 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..