Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kavi Jalrup

Others

3  

Kavi Jalrup

Others

જો હજી

જો હજી

1 min
7.0K


તું હવાની જેમ ફરી તો જો હજી,

રંગની માફક ભરી તો  જો  હજી.

 

જીભ નાની, વાત મોટી છે અહીં,

છપનની  છાતી  કરી તો  જો  હજી.

 

છાંયડો ક્યાં આજ નાચે ઝાડ પર?

પાન થઇને તું ખરી તો જો હજી!

 

દેડકો થઇ ડ્રાંઉં ડ્રાંઉં ન કર હવે,

દેશ માટે તું મરી તો જો હજી.

 

મોક્ષ નામે થાય છે કામ હજારો,

ધ્યાન ખુદ જલરૂપ ધરી તો જો હજી.

 

 

 


Rate this content
Log in