વાંસળી
વાંસળી
1 min
7.0K
વાંસળીથી વિખૂટો થઈ ગયો છે
એક સૂર
સાત સૂરોનો એક સૂર
મારા માધવ ને દીઠો છે કયાય ?
મીરાં તે મારા માધવ ને દીઠો છે ?
રુકમણી તમે મારા શ્યામ ને દીઠા છે ?
તો કયા છે ? મારો મનનો માણિગર
મારો મનનોમુરલીધર
કદંબની ડાળે ના દીઠો ના સરોવરની પાળે દીઠો
એની મુરલીનો એક સૂર બાકી
એ સૂર છેડયો અને રાધા થઈ
ગાંડીઘેલી
જમનાને તીરે કાનો મુરલી વગાડે
મુરલી ના નાદે રાધા સુદ બુધ ખોઈ
સાત સૂરોનો એક સૂર મારો શ્યામ મળયો
જમનાને તીરે જમનાને તીરે. ...