Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

કૃષ્ણ પ્રેમ...

કૃષ્ણ પ્રેમ...

1 min
6.8K


પ્રેમ કૃષ્ણનો છુપાયો રાધાના પાલવમાં,
ને છલકાયો ગોપીના આંસુઓના આસવમાં.

તો વાત્સલ્યની ગંગા બની વહ્યો સતત,
માતા જશોદાનાં મમતાભર્યા માતૃત્વમાં.

નંદની અસહજ કરુણાની કાંધે ચડ્યો,
ને ઉછર્યો ગોવાળો સંગ નિર્દોષ બચપણમાં.

ક્યારેક ઢોળાઈ ને ફેંદાયો માખનચોરીમાં,
તોય ચમકી રહ્યો સ્નેહ સૂરજ જીવનમાં.

દિવ્યતા દેવકીની દૈદીપ્યમાન થઈ ગર્ભમાં,
ને વાસુદેવનો વૈભવ વધ્યો વહેતી યમુનામાં.

ક્યારેક કરુણા પણ બની હિંસક જનહિતમાં,
કૃષ્ણ એમ ક્યાં સમજાય છે એક જન્મમાં.

'પરમ' ગીતા થઈ વહી રહ્યો સદા શાશ્વતે,
'પાગલ' કરી બેઠો યુગોથી એ લોકરૂદિયામાં.


Rate this content
Log in