આંખ હણાય છે
આંખ હણાય છે
1 min
315
હ્રદય બંધ છે, ને શ્વાસો ચાલું છે,
જિંદગી આમજ, ઉધાર જીવાય છે,
શરીર મોટું છે, ને હ્રદય સાંકડું છે,
સંબંધો આમજ, અમર જીવાય છે,
કહી દઉં વ્યથા તો, પામર કહેવાઉં છું,
બંધ હ્રદયમાંજ સૌને, હસતાં મળાય છે,
ઉંડી લાગણીને, એથી ઉંડા મારા મન છે,
આંસુ છુપાવી સૌથી, આંખ હણાય છે.