Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Others

4.0  

Sandip Pujara

Others

કોને ખબર છે એ

કોને ખબર છે એ

1 min
188


કદી તો આહ એ ભરતી હશે, કોને ખબર છે એ, 

ધરા પણ આભ પર મરતી હશે, કોને ખબર છે એ,


સમયના વૃક્ષ ઉપરથી ખરે છે પાંદડા ઓ જો, 

ક્ષણો કાચી કદી ખરતી હશે, કોને ખબર છે એ, 


દિશે છે બ્હારથી માણસ બરફના ચોસલા સરખો,

ભીતરમાં આગ પણ ઝરતી હશે, કોને ખબર છે એ,  


મરે છે માણસોની સાથમાં ઈચ્છાઓ સઘળી જો,  

પછી તો લાશ કાં તરતી હશે, કોને ખબર છે એ, 


ઘણી વેળા અમે જોયો છે સાગરને ઉદાસીમાં, 

નદીની પ્રીત સાંભરતી હશે, કોને ખબર છે એ.  


Rate this content
Log in