Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Others

4.5  

Ramesh Patel

Others

ઓલા વાયરે વાત ઉડાડી

ઓલા વાયરે વાત ઉડાડી

1 min
380


રંગ ; રૂપે મઢી હું ગુપચૂપ જ બેઠી,

પણ  ઓલા  વાયરે વાત ઉડાડી,

કે…..વનરાજાની પટ્ટરાણી પધારી,

 

છૂપાછૂપી  ખેલતી  કોયલ  બોલી,

સાંભળજો..હું તો જાનમાં જઈ આવી,

આ કલશોરમાં હું ભારે લજવાણી,

ને રૂમઝૂમ વાયરે વાત ઉડાડી,

 

શર્મિલાં પતંગિયાં મલવાજ આવ્યાં,

રંગભરી જ જાજમ અમે બિછાવી,

ફરફર  ફરકંતી મંજરી  હરખાણી,

ને નટખટ વાયરે વાત વેરાણી,

કે વનરાજાની પટ્ટરાણી પધારી,

 

આ પગલાં જ તારાં ધરે ખુશહાલી,

વાહ ! ભલી જ વ્હાલની વેણુ તેં વગાડી,

ઓલા  વાયરે વાત ઉડાડી,

મનની વાત, જન વન ઉરે જગાડી

કે ચાહતની પટ્ટરાણી પધારી.


Rate this content
Log in