ના કરો
ના કરો
1 min
13K
વાત સાચી હોય તો ખુલાસો ના કરો.
ભરબજારે જાતનો તમાશો ના કરો.
ઝાડ કાપીને તમે અંહી આવ્યા હતા.
છાંયડે બેસીને, તમે દિલાસો ના કરો.
વાત સાચી કે પછી ભલે ખોટી હશે,
કાંધ આપીને તમે જનાજો ના કરો.
આભ તો રાજી હશે અંહી વરસવા,
ને તમે, મરજી મુજબ વિવાદો ના કરો.
ગોળ દુનિયા છે તમેય માનો વાત ને,
હાથ છોડીને બધે પ્રવાસો ના કરો.