Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

3  

Arvind Patel

Others

એવું બને...

એવું બને...

1 min
13.8K


વરસાદ વરસતો હોય અને વ્યક્તિ કોરી રહે, એવું બને,
ક્યાંક છત્રીનું તો ક્યાંક છત નું આવરણ હોય, એવું બને. 

શરીરમાં લોહી એકધારુ વહેતું ન પણ હોય, એવું બને,
ક્યાંક તૂટક વહેતું લોહી' હાટૅએટેક 'લાવે, એવું બને. 

કેળવણીના કિમીયાગરો શિક્ષણમાં વ્યસ્ત હોય, એવું બને,
ક્યાંક સાચી દિશાના અભાવે શિક્ષક ત્રસ્ત હોય, એવું બને.

ભગવાન બધાને એક સરખું આપતો ન હોય, એવું બને,
ક્યાંક કણમાંથી મણ પેદા કરતો ખેડૂત હોય, એવું બને.

મંદિરમાં પૂજારી રોજ પૂજા કરતો હોય, એવું બને,
ક્યાંક અચાનક ભક્તિના ઘોડાપૂરથી ભગવાન ભાગતો હોય, એવું બને.


Rate this content
Log in