Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

3  

Purnima Bhatt

Others

કેવું એ આલિંગન

કેવું એ આલિંગન

1 min
7.0K


ક્ષણ ક્ષણનાં ફૂલોનું ગુંથન,
વાસંતી યાદોનું મંથન.

ડાળે-ડાળે ખીલે સ્વપ્નો,
મન ચમને ભમરાનું ગુંજન

ઝાકળ આસવ પીધો પ્યાલી,
ઘૂંટે-ઘૂંટે જાગે સ્પંદન.

અધરો ઢાળે રસ સૂરાહી,
બુંદે-બુંદે ભીનાં કંપન.

પાંપણ ઢાળી શરમાતી હું,
પ્રિયવર ચુમતા ગાલે ખંજન.

કસકસતું દીધું આલિંગન,
લજજા કેરાં તૂટ્યા બંધન.

સ્પર્શે સ્પર્શે જાગે સ્પંદન,
આહા ! કેવું એ આલિંગન.


Rate this content
Log in