Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

તારા શરણની વાત

તારા શરણની વાત

1 min
13.5K


એક બે જ જણની વાત છે

ને એક જ ક્ષણની વાત છે


મૃગજળનીયે આશ ગઈ

આંખમાંના રણની વાત છે


હાથમાં હાથનો વિશ્વાસ આ

આત્મ સમર્પણની વાત છે


અપેક્ષાઓ થઈ છે શૂન્ય

હવે તો અર્પણની વાત છે


અંતિમ ક્ષણે શું ફરિયાદ

છેલ્લા તર્પણની વાત છે


જીવન ભરના મૌનમાં જ

બોલતા મરણની વાત છે


મર્યાદાઓ રાખવી જ રહી

સીતાના હરણની વાત છે


અહમ્ શૂન્ય થયું વજૂદ

હવે તારા ચરણની વાત છે


ઝૂકી ગ્યું જો આ મસ્તક

તારા જ શરણની વાત છે


"પરમ" કડવાશ પી ગયો

"પાગલ" ગળપણની વાત છે


Rate this content
Log in