Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Patel

Others

2.5  

Ramesh Patel

Others

રાજા મેઘો

રાજા મેઘો

1 min
6.5K


 

શાતા શોધે, ધરણ ધખતી, બાફલો અંગ-અંગે,
પ્રાથે પ્યારે, ગગન સજવો, મેઘલા વાયુ સંગે.

ગાજ્યો મેઘો, મયુર  ટહુકે, વીજસર્પો   ઝબૂકે,
તોફાની આ, ઋતુ ગજવતી, ડુંગરા વ્યોમ ધાકે.

મસ્તી તારી, ભય નટખટી, બીક દેતી જ ભારી,
છે ઉલ્લાસી, ઋતુ વરસતી, ગર્જતા ધોધ વારિ.

છૂટે ખૂશ્બુ, મિલન મધુરાં, ધન્ય! સંતૃપ્ત મૈયા,
કેવા મીઠા, ઉરલ- ટહુકા, મેઘ મારા રસિલા. 

ગાજો પંખી, ઋતુ ફળ ધરે, વેલડીઓ ઉદારી,
ઝૂમે  હૈયાં, ઝરમર ઝૂલે, વાત માંડે મજાની.

રાજા  મેઘો, સરવર  રૂપા, અંકુરી-માત ઝૂમે,
ભીંની વાતો, પુલકિત મને, ગીત કોઈ જ ગોતે.

ઝૂમે વૃક્ષો, નયન સુખિયાં, વૈભવી દાન તારાં,
રાજેશ્રીઓ, તવ શરણમાં, મૂકજે ના મલાજો.

 


Rate this content
Log in