Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik Vora

Others

3  

Hardik Vora

Others

તે મા છે

તે મા છે

1 min
6.9K


સતત પ્રેમ ઝરણું ઝરે છે, તે મા છે !
જે મમતાની મૂર્તિ ઘરે છે, તે મા છે !

નથી કોઈ હોતું તમારી તરફમાં,
અને કોઈ ઊભું રહે છે, તે મા છે !

તમારી તરફ આંગળી કોઈ ચીંધે,
અને જેનું હૈયું બળે છે, તે મા છે !

નથી જન્મ આપીને ભૂલી જતી એ,
જીવનભરની ચિંતા કરે છે , તે મા  છે !

અણીનાં સમય પર બચાવે છે તમને,
એ આશિષ જેના ફરે છે, તે મા  છે !

તમારા તરફની અપેક્ષા વગર પણ,
તમારી પ્રતીક્ષા કરે છે, તે મા  છે !

બધે ક્યાંથી પહોંચી શકે એ બિચારો,
અને રૂપ ઈશ્વર ધરે છે, તે મા  છે !


Rate this content
Log in