Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
રુદિયાનાં ધબકારે
રુદિયાનાં ધબકારે
★★★★★

© Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

1 Minutes   6.7K    4


Content Ranking

અંતિમ શ્વાસે જો રામ મળે, તો નવો શ્વાસ મળે,
જાણે કળીયુગમાં માણસને માણસનો વિશ્વાસ મળે.

પારકા તો પારકા જ હતાં ખબર હતી પહેલેથી જ,
દગાખોર દોસ્તોથી જ અહીં પીઠમાં ખંજર મળે.

સત્ય ક્યાં મળે છે સસ્તું? મફતની શું વાત કરું,
અફવાઓનાં બજારમાં કુતૂહલતાનાં ટોળાં ટળવળે.

સુક્ષ્મથીયે સુક્ષ્મતિત હોય છે સંબંધોનાં તાણાંવાણાં,
સદ્ધરતાની કસોટીઓ પ્રેમમાં પછી ક્યાંથી ફળે.

"પરમ"ને શોધી શોધીને એવો તો થાવ "પાગલ",
કે અચાનક આ રુદિયાના ધબકારે મને તારી ભાળ મળે.

અછાંદસ કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..