જાતને સદા પાગલ રાખ
જાતને સદા પાગલ રાખ
1 min
13.6K
મંઝિલની ચિંતા જ છોડ
તું રસ્તાને પકડી રાખ
દુનિયા જાય તેલ લેવા
ખુદને તું જકડી રાખ
જો લાબું જીવવું હોય તો
ગાંધી જેવી બકરી રાખ
મહેમાન તો આવે-જાય
ખુલ્લી દિલની બારી રાખ
વ્હાલપથી વહેંચાઈ જવા
જાતને થોડી સસ્તી રાખ
હલેસા મારતા પહેલા
બંધનોને છોડી નાખ
કર્મયોગને અપનાવી ને
નસીબને નીચોવી નાખ
જીવન "પરમ" બનાવવા
જાતને સદા "પાગલ" રાખ