Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ક્યાંથી?
ક્યાંથી?
★★★★★

© Dilip Ghasvala

Others

1 Minutes   7.3K    2


Content Ranking

હરિવર, આ ઝળહળતો આભાસ ક્યાંથી?
ફૂલો જેવી કોમળ આ કુમાશ ક્યાંથી?

શશીને ખરીદી લીધો સ્કેવર ફીટે,
ગગન ને મળે આવો અજવાસ ક્યાંથી?

ચણી છે દીવાલો, કપાયા સબંધો,
મળે ઊડવા અમને આકાશ ક્યાંથી?

લૂંટી લાજ હેવાનો થઈ જાય બાપૂ,
તરે તો તરે એમની લાશ ક્યાંથી?

અહમનો લઈ ભાર શાને ફરે છે?
હવા જેટલી હોય હળવાશ ક્યાંથી?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..