કાપી જોયું .
કાપી જોયું .
1 min
13.3K
લોઢું લોઢાને કાપે છે એમ,
મેં તો દુઃખને દુઃખથી કાપી જોયું .
હું જીવું છું એ જોવા માટે તો,
દર્દોને અંગારો ચાપી જોયું .
છાપેલુ જલ્દી વાચે છે લોકો,
માટે દુઃખને ફોન્ટમાં છાપી જોયું.
ઠંડી ના થઇ જાય સંવેદના,
માટે યાદો ફૂકી તાપી જોયુ.
પીડાથી છુટકારો લેવા કાયમ,
મેં તો દુઃખ પર દુઃખને,થાપી જોયું