હું પ્રથમ મા વિષે લખીશ
હું પ્રથમ મા વિષે લખીશ
1 min
6.8K
છત પર સૂતો હતો,
ઘોર નીંદરમાં હતો.
અડધી રાતે એક સ્વપ્ન આવ્યું
સ્વપ્નમાં જોયું
મારી સામે
પ્રેમ, પ્રેમિકા, પરમાત્મા
દ્વ્રગ, દુઃખ, દર્દ ને દરિયો
વગેરે વગેરે આવ્યા.
કવિતાનો વિષય લાવ્યા.
ને કહે મારા પાર કંઈક લખ કવિ
તે બોલતા રહ્યાં
ને
હું સાંભળતો રહ્યો
અંતે બોલ્યો.
હું પ્રથમ મા વિષે લખીશ.
બધા શાંત અને સ્તબ્ધ થઈ ગયા
આભમાં,
ચાંદો અને તારાઓ મલક્વા લાગ્યા.
જ્યારે ઉઠયો
અને જોયું તો
સવારે સુરજ પણ હસતો હતો!