Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વરસાદ નું ગીત
વરસાદ નું ગીત
★★★★★

© Drsatyam Barot

Others

1 Minutes   13.8K    7


Content Ranking

ધાર્યુ છે તે શું લ્યા વરસાદ બોલ,
તારા મા અક્કલ છે કે નહીં બોલ.

મરવા લાગ્યા છે આ માણસને ઢોર,
પંખીઓ માળામાં થઇ ગ્યા છે બોર .

ગાડો થઈ વરસે છે આઠે પહોર,.
દશે દિશાઓમાં તારો છે બોલ .

ડૂબ્યાં છે ગામડા ને ડૂબ્યાં છે મોલ ,.
લોકોનુ શું થાશે તું જ હવે બોલ .

પીવા ન પાણી,ન ખાવા બે કૌર,
આવી વનરાજીનુ કરવું શું બોલ.

થઈ ગ્યું બધું તારા ગુસ્સામાં ગોળ,
ધરતીની થઈ ગઈ છે પથારીગોળ.

ઝીકે રાખે છે તુ એક જ કોર,
દુનિયા આખીને સરખી તું તોલ.

આપેલું જીવન લેવાય બોલ,
સૌને આપે છે તું જીવનના કોલ.

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..