તારું જ નામ કેમ ઝળહળે
તારું જ નામ કેમ ઝળહળે
1 min
13.4K
આંગળીના ટેરવે તારી સુગંધ મઘમઘે
એહસાસનો અણસાર મધુર સળવળે,
હ્યદયના આયનામાં તારી છે તસ્વીરને
બંધ નયનોમાં યાદના અશ્રુબિંદુ તગતગે,
રોમે-રોમ સ્પર્શના ઉન્માદી ઉન્માદમાં
તારા ભીના શ્વાસના અંગાર ધગધગે,
અણસાર તારી હાજરીનો એક પળ ને
માણવા મારું આ અસ્તિત્વ કેમ ટળવળે ?
ઘડી-બેઘડી ભ્રમિત લાગણીના પ્રાસમાં
મીત મારા, તારું જ નામ કેમ ઝળહળે !