આવે છે અને જાય છે
આવે છે અને જાય છે
1 min
190
પૈસાવાળા હરખાય છે,
ને ગરીબો મુંજાય છે,
આ દિવાળી છે,
આવે છે અને જાય છે,
નથી નવા કપડાંના પૈસા,
કે નથી પગરખાંના પૈસા,
મોંઘીદાટ દુકાનો દેખી,
ગરીબો સંતાય છે,
આ દિવાળી છે,
આવે છે અને જાય છે,
નથી મઠિયાં,
નથી પાપડી,
ને વળી મીઠાઈ તો,
હોય ક્યાંથી ?
ઊંચા ભાવ સાંભળી,
ગરીબો પસ્તાય છે,
આ દિવાળી છે,
આવે છે અને જાય છે,
થોડાક અમથા ફટાકડાં,
ને ભાવ ત્રણસો ચારસો,
માપ હોય દરેકનું,
હજુય કેટલું બાળશો ?
બાળકોની જીદ સામે,
એ પણ હારી જાય છે,
આ દિવાળી છે,
આવે છે અને જાય છે,
એક દિવસનો,
સમ ખાવાનો આનંદ,
બાકી બીજેજ દિવસે,
બાપડા કામે લાગી જાય છે,
આ દિવાળી છે,
આવે છે અને જાય છે.