પ્રશ્ન રોટલા સામે
પ્રશ્ન રોટલા સામે
1 min
6.7K
જિંદગી ઊભી છે દવા સામે,
લોક લાચાર છે ખુદા સામે.
દર્દ આપે હંમેશ પોતાનાં,
તું રડે જાય પારકાં સામે.
લાશ સામે મને નથી વાંધો,
વાંધો છે ઘરને પાડવા સામે.
ધર્મ ને તું જલાવે વાંધો નૈ,
વાંધો માણસને બાળવા સામે.
કામ આપ્યું ન દામ આપ્યું તેં,
પ્રશ્ન મારો છે રોટલા સામે.
રોજ માણસ નવો ક્યાંથી લાવું,
એ ન બદલાય આપદા સામે.