નબીરા
નબીરા
1 min
6.9K
તારા ખોટા કામ નબીરા,
કેવી ખેચી ખાલ નબીરા.
લીધી પ્રતિજ્ઞા પાન્ચાલીએ,
ખુલ્લા મૂક્યા બાલ નબીરા.
પાણ્ડવને છંછેડ્યા છે તે,
તારો આવ્યો કાલ નબીરા.
શકુની ના વાદે રહ્યો તું,
થઇ ગ્યો છે બેહાલ નબીરા.
કા'નાએ સમજાવ્યો તોયે,
યુદ્ધ તારે ભાલ નબીરા.
ધર્મોને તે નેવે મૂકી,
કપટી ચાલી ચાલ નબીરા.
ચાલો રમતો પૂરી થૈ જૈ,
જાવાનું છે હાલ નબીરા.