Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others

વાયરો

વાયરો

1 min
7.6K


એક ભીનો ભીનો ટહુકો ગુંજે મારી આંખોમાં એના નામનો

ધબકારમાં સૂર સ્નેહની શરણાઈનો સંભળાય એના નામનો

 

વાવડ વાયરે વાયરે એના મળે મને ને હરખાય આ મ્હાયલો

બૂઢી તમન્ના થઈ જાય જુવાન ફેલાવે સુગંધ એમ આ વાયરો

 

ઇન્દ્રધનુષ અરમાનોના ઓગળી જાય અહીં ઘેરાયેલા વાદળે

ને રંગ ચાહતોના ફેલાવે છે અંતર આકાશે ચડેલો આ વાયરો

 

લીલા લીલા વાંસના વૃક્ષમાં સર્જાય જો ઉમ્મીદની એક તિરાડ 

વગાડી વાંસળી વગર કાનાએ વૃંદાવન સર્જી જાય આ વાયરો

 

ને તારું નામ ગીત થઈ ગુંજ્યું ને જંગલ ચડ્યું સંગીતના રવાડે

તો અમથું અમથું નિરવતાનું નૃત્ય કરતો જાય જુઓ આ વાયરો

 

"પરમ" સન્નાટાને ચીરતો એક કંસારીનો કામણગારો અવાજ

 નશો કરાવી મુજને "પાગલ" કરી હસતો હસતો જાય આ વાયરો

 

 

 


Rate this content
Log in