Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
તને મારા છે સમ..
તને મારા છે સમ..
★★★★★

© Alpa Vasa

Others

1 Minutes   13.9K    4


Content Ranking

ચાલ, પીયુ ભિંજાઈએ,...........(૨)
વરસાદની છે આ પહેલી મોસમ, ........(૨)
            તને, મારા છે સમ......
           હો તને, મારા છે સમ.

વરસાદ વરસેને મારું મનડું તરસે,........(૨)
વરસતા વરસાદે મુને તારી યાદ તરસે,
હવે ના કહીશ મને, કે તું થોડું ખમ...
                        તને મારા છે સમ.

 

સરિતા ને સાગરમાં આવી છે ભરતી, .........(૨)
ને હ્રુદીયાના ઘોડાપૂરમાં હું તરતી,
હવે કાગળની હોડી કરી, બાળક થઈ રમ...                           તને મારા છે સમ.

 

ઝરમર વરસાદે ભીંજાય મારા રે ચીર,.....(૨)
ને પીયુ મિલન કાજે મુજ મનડું અધીર,
હવે રાખ ના કો...ઈ, તું લાજ કે શરમ.
               તને મારા છે સમ.

 

જોવો છે હવે આ સુગંધના દરિયાનો રંગ,.......(૨)
આ ફરફર વાતા મીઠા વાયરાની સંગ,
હવે કોરાણે મૂ.....ક, સૌ જિંદગીના ગમ.                               તને મારા છે સમ.

 

 

 

 

Rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..