વલોપતનો વરસાદ..
વલોપતનો વરસાદ..
આજ ફરી આ એકાંતના મહા ઉત્સવમાં...
સ્મરણ તારું શણગાર એનો કરી જાય…!!
નામ તારું લખુંને આ હૈયું હરખાઈ જાય...
ને તોરણ આંસુઓના એમ જ બાંધી જાય…!!
આ અહેસાસ તો છે અનકહી વ્યથાઓનો...
ને રૂદિયાને અકારણ હચમચાવી જાય...!!
યાદોના આ સંભારણા અમથા અમથા...
અંતર વલોપાતને વધારી વધારી જાય...!!
સંબંધ સ્નેહનો હોવા છતાંય - શું કામ...?
નગર એ દાસ્તાન-એ-દર્દ રચી જાય...!!
શરીર તો સદાયે સ્થિર છે ને-રઝળપટ -
આ મનની ક્યાં ક્યાં ખેંચીને લઇ જાય...!!
શ્વાસોના શહેરમાં આ ઝંઝાવાત યાદોના...
રુદિયાના નશેમન ને હચમચાવી જાય...!!
કોઈને જ ના દેખાય તોફાન એક એવું...
તનમનમાં સર્જી તબાહી એ ગુજરી જાય...!!
આ ખામોશ ગર્જના ને આ અદ્રશ્ય વિજ...
વરસાદ વલોપાતનો વરસાવી જાય...!!
વરસે અનરાધાર તોયે મુજ "પરમ"ને...
બનાવી "પાગલ" જોને તરસાવી જાય...!!