Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Masum Modasvi

Others

3  

Masum Modasvi

Others

કરતા થયાં છે આમતો સામા જવાબ પણ

કરતા થયાં છે આમતો સામા જવાબ પણ

1 min
13.7K


કરતા થયાં છે આમતો સામા જવાબ પણ

હોઠે દબાવી વાતને બૈઠા જનાબ પણ.

શાણા વલણના કારણે ચુપ્પી ધરી હતી,

માનવ થયાની શાનનો રાખે રુઆબ પણ.

દ્રષ્ટિ જગતમાં દેખતી ગમતા પ્રસંગને,

આંખે ધરેલા રાખતા ધોળા નકાબ પણ.

આગળ થવાની હોડમાં ભાગી રહ્યાં સતત,

લાગે સમય ની તાણમાં મનના નવાબ પણ.

પીડા બધાને આપતાં ડંખે નહીં હ્રદય,

પત્થર બનીને જીવતા લાગે જનાબ પણ.

વિદ્યા ભણીને થઇ ગયાં ગુરુ ગણિતના,

રાખે બધાના કર્મના પાકા હીસાબ પણ .

માસૂમ હ્રદયની લાગણી રાખી દબાયલી,

પાઠો ભણીને ભાવની ફાડી કિતાબ પણ.


Rate this content
Log in